Jay Shri Arbuda Mata
જય અર્બુદા માં..
વૈશાખ સુદ સાતમ આંજણા વંશ માટેનો વિશિષ્ટ દિવસ...⛳
-આંજણાની કુળદેવી મા અર્બુદા છે. (નવદુર્ગામાતાનો છઠ્ઠો અવતાર કાત્યાયની માતા - કાત્યાયની ઋષિના આશ્રમમાં ઉત્પન્ન થવાથી કાત્યાયની માતા )
- આંજણા એ મદ્ર દેશના રાજા શ્રીશલ્યરાજના પૂર્વ છે. શ્રીશલ્યરાજએ પાંડવપુત્ર નકુલ અને સહદેવના મામા છે. મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધનને એમણે કૌરવ સાથે રાખ્યા હતા. જેમને અર્જુન સિવાય કોઈ પાંડવોને નહીં મારવાનું વચન આપેલું. તેઓ કર્ણના સારથિ હતાં.
- આંજણાનું અગ્નિવંશી ગોત્ર છે અને કુલ ૨૬૦ કુળો છે.
આબુ પર્વત ઉપરના વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી પ્રતિહારો (ઠાહ, લોહ વગેરે), ચાલુક્યો/સોલંકી (કરવડ, રાતડા ભુતડા વગેરે), પરમાર (કાગ, કૂઆ, તરક, ખરસાણ, પોણ, બોકા, સીહ, પોણ વગેરે) અને
ચૌહાણ (ઓડ,કરવડ, આકોલિયા વગેરે) ઉત્પન્ન થયેલ.
- ભગવાન અવતાર પરશુરામ, રાજા સહસ્ત્રાર્જુનના આઠ પુત્રોનો સંહાર કરવા આબુ પર્વત પર પહોંચ્યા ત્યાં માતા અર્બુદા દેવી એ છ પુત્રને બચાવી લીધા અને અજાણ્યા કહી તેમને ઓળખાવ્યા જેથી તેના વંશજો "આંજણા" કહેવાયા જ્યારે બે પુત્રો અને સંતાડી ને બચાવી લીધા તેના વંશજો "જાટ" કહેવાયા.
- પૃથુ રાજાના જમણવારમાં ઉભા ઉભા જમ્યા (શાકાહારી) તે "આંજણા" અને બેઠા બેઠા જમ્યા (માંસાહારી) તે "જાટ" કહેવાયા.
- આંજણાએ પ્રતિજ્ઞા લીધેલી કે,
"માંસ, મદિરાનું સેવન અને ચોરી કદાપી નહીં કરીએ..
ખેતી, પશુપાલન કરીશું અને પશુ- પક્ષીઓનુ પાલન પોષણ અને રક્ષણ કરીશું..."
- આંજણાએ કૂર્મી ક્ષત્રિય છે. ( યુદ્ધ વખતે લડાઈ અને શાંતિના સમયમાં ખેતીકામ કરતાં)
- આંજણા ભારતના પ્રથમ ચક્રવતી રાજા અર્જુન કાર્તવીર્ય (સહસ્ત્રાર્જુન) ના વંશજો છે. તેઓ માહિષ્મતી નગરીના રાજા હતા. ( બાહુબલી ફિલ્મમાં માહિષ્મતી નગરી બતાવેલ છે.)
- ધુમરાજ પરમારે આબુ રાજ્યની સ્થાપના કરેલી. તેની 60 મી પેઢીએ રાજા ભોજ હતાં.
- સિકંદર સામે લડાઇ કરનાર રાજા પોરસ પણ આંજણા હતા. ( ઈતિહાસ રસિકોને યુદ્ધ વિષે વધારે માહિતી હશે.. કોણ જીત્યું હતું.)
- આંજણા શૂરવીર, સ્વાભિમાની, સંઘર્ષશીલ અને સાહસીક છે. વટવાળા, ખુમારીવાળા, દિલદાર, દાન અને માન અપાર આપનાર, માનવતાવાદી, સહકારી ક્ષેત્રે અગ્રેસર, ભીડમાં ઓળખાઈ જાય તેવી લાલી ધરાવતા, ગોરો અને મજબૂત બાંધો ધરાવતા અને લોકોને આંજી નાખે તેવા આંજણા..
- કોઈનુ પણ સહન કરશે નહીં...
- Mᴀɴ ᴡɪᴛʜ Hᴏᴛ Bʟᴏᴏᴅ & Fᴇʀᴛɪʟᴇ Mɪɴᴅ
Comments
Post a Comment