બાગાયતી પાકોની મુખ્ય સમસ્યા: ફળ ખરવાની સમસ્યા Major problems of Horticulture crops: Fruit drops
ખેડૂતોનો મુખ્ય હેતુ ખેતીમાંથી ખુબ મોટો નફો કમાવવાનો હોય છે. ઘણા ખેડૂતો વધુ નફો કમાવવા માટે ફળ, ફુલ અને શાકભાજી પાકોની બાગાયતી ખેતી કરતા થયા છે. પરંતુ આ નફાકાર ખેતી કરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને ફળપાકોમાં વૈજ્ઞાનિકો અને અનુભવી માણસોની સલાહ લેવામાં આવે અને સાથોસાથ આઘુનિક ટેકનોલોજી પણ અપનાવવામાં આવે તો ખેડૂતોને ઘણો મોટો ફાયદો થાય છે. ખેડૂતો ખૂબ સારો નફો મેળવતા થયા છે પરંતુ બદલાતા વાતાવરણની અસરને કારણે ફળપાકોમાં ઘણી સમસ્યાઓ આવે છે. તેમાં મુખ્ય સમસ્યા ફળ ખરવાની છે. જેના માટે ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે.
ફળ ખરવાના કારણો અને ઉપાયો :
ફળપાકોમાં ઘણીવાર ફાલ આવતો નથી તેવા પ્રશ્નો આવે છે અને ક્યારેક તો ફૂલ બરાબર આવે છે ફળો પણ બેસે છે પરંતુ ફળ બેસી ગયા બાદ ખરી પડતા હોય છે. આ
ફળ ખરવાના મુખ્ય બે પરિબળો છે.
[ ૧ ] બાહ્ય પરિબળો અને [ ૨ ] આંતરીક પરિબળો
[ ૧ ] બાહ્ય પરિબળો :
(૧) જાતો : ફળ ખરવા પર ફળની કઈ જાત (વેરાયટી) નું વાવેલ છે તેનો આધાર રહેલો છે. દા.ત. આંબાની કેસર કેરીમાં ૯૩.૫ % ફળો અને હાફુસમાં ૫૮% ફળો ખરે છે.
(૨) પોષક તત્વોની ખામી : છોડમાં પૂરતા પોષક તત્વો ન હોય અથવા પુરતું પોષણ ન મળવાથી ફળ ખરી જતા હોય છે. જો ફળ બેસે તો પણ થોડું મોટું થઈ આખરે ખરી જાય છે. માટે જ્યારે ફાલ આવે ત્યારે પૂરતું પોષણ આપવું જોઈએ. ઝાડના પાંદડાંની વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવે તો પોષકતત્વોની ઉણપ જાણી શકાય છે.
દા.ત. આંબામાં કેરી ખરતી હોય તો જ્યારે કેરી વટાણા જેવડી થાય ત્યારે ૨૦ ppm NAA + યુરીયાનું ૨% દ્રાવણનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવામાં આવે તો કેરી ખરતી બંધ થાય છે.
- જમીન ચકાસણી કરીને જ વાવેતર કરવું જોઈએ.
(૩) રોગ-જીવાત : વધારે પડતી જીવાતથી ફળો ખરી જાય છે અથવા છોડનો વિકાસ અટકી જાય છે અને છેવટે આખો પાક નિષ્ફળ જાય છે.
- બગીચાની સાફ-સફાઈ રાખવી જોઈએ અને યોગ્ય પદ્ધતિથી પાક સંરક્ષણના પગલાં લઈ પાકને બચાવવો જોઈએ.
(૪) પીયત/પાણી : પાણી ફળ ખરવામાં પાણી અગત્યનો ભાગ ભજવે છે. ફળ આવ્યા બાદ જો પૂરતું પાણી ના મળે તો પણ ફળો ખરે છે અને જરૂર કરવા વધુ પાણી આપવાથી પણ ફળો ખરે છે. પાણી/પિયત આપવાનો સમયગાળો બદલતા રહેવાથી પણ ફળો ખરે છે. એટલે પાકને નિયમિત અને જરૂરીયાત મુજબનું જ પાણી/પિયત આપવું જોઈએ.
- સુક્ષ્મ પિયત પધ્ધતિ વાપરવી જોઈએ.
(૫) વાતાવરણ : (#Climatechange)- ફળ આવ્યા બાદ પણ અનુકૂળ વાતાવરણ ના હોય તો પણ ફળો ખરતા હોય છે. વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમી/તાપને કારણે પણ ફળો ખરતા હોય છે. દિવસે વધુ ગરમી અને રાત્રે વધુ ઠંડી હોય તો પણ ફળો ખરતા હોય છે.
- આબોહવાની અસરને આપણે પહોંચી શકતાં નથી પણ વધારે પવન કે વધુ ગરમીથી રક્ષણ મળે તે માટે જીવંત વાડ બનાવી શકાય છે. આચ્છાદન (#Mulch) કરવાથી પણ ફળ ખરતા અટકાવી શકાય છે.
[ ૨ ] આંતરીક પરિબળો:
(૧)પોલીનેશન/ ફલીનીકરણ બરાબર ન થવું : જો ફલીનીકરણ બરાબર ન થયું હોય તો ફળ ખરી જતા હોય છે. દા.ત. આંબામાં ગોટલી વગરની કેરી તથા ખારેકમાં બીજ વગરની ખારેક ખરી પડે છે.
(૨) આંતરિક હોર્મોન્સ પૂરતા ન હોવાના કારણે: ઝાડ પોતે કુદરતી હોર્મોન્સ પેદા કરે છે અને બધા ભાગોમાં પહોંચાડે છે. જો આ હોર્મોન્સ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય તો પણ ફળો ખરે છે. ઘણી વખત વધારે પડતી દવા અને નિંદામણનાશક દવાના ઉપયોગથી ઝાડની અંદરના હોર્મોન્સનું પ્રમાણ વધઘટ થાય છે જેના કારણે પણ ફળો ફરે છે.
(૩) કાર્બોહાઈડ્રેટ : નાઇટ્રોજન રેશીયો (સીએન રેશીયો) : કોઈપણ ફળઝાડમાં ફુલ આવવા, ફળ બેસવા અને ફળ ખરવા માટે સી:એન રેશિયો ખાસ ભાગ ભજવે છે એટલે જે તે ફળ પાકમાં C:N રેશિયો પૂરતા પ્રમાણમાં જળવાય એ અગત્યનું છે.
ઘણી વખત કાર્બોહાઇડ્રેટસનું પ્રમાણ વધારે હોય તો વધારે ફુલ આવે છે અને ફળ બેસે છે પરંતુ ત્યારે જો નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય તો બેસેલા ફળો અપૂરતા પોષણને કારણે ખરી જાય છે તેમજ ઘણી વખત વધારે ફળ બેસે છે પરંતુ બધા ફળો રહેતા નથી અને અમુક ખરી જાય છે.
(૪) ઝાડની ડાળીની અપરીપકવતા : ઘણીવાર ઝાડની ડાળી અપરીપકવા હોય છે જેના કારણે તેના પર રહેલા બેસેલા ફળો ખરી પડતા હોય છે. (અપુરતુ પોષણ).
(૫) ફળમાં વજન હોવાથી: અમુક વાર વધુ પડતી દવા, વાતાવરણ અને વધુ પડતા હોર્મોન્સનો ઉપયોગ કરવાથી વજન વધી જાય છે અને ખરી પડે છે.
_______________________________________
મિત્રો, આ માહિતી કેવી લાગી તેના અભિપ્રાયો આપશો...🙏
-------------------------------------------------------------------
The main aim of farmers is to earn huge profit from agriculture. Many farmers have turned to horticultural cultivation of fruit, flower and vegetable crops to earn more profit. But there are many difficulties to be faced in this profitable cultivation. Especially in fruit crops, if scientists and experienced people are consulted and modern technology is adopted, the farmers will gain benefit greatly. Farmers have been getting very good profits but due to the impact of changing climate there are many problems in fruit crops. The main problem is fruit drop. For which many factors play a part.
Causes and Remedies of Fruit Drop:
There are often problems with fruits that do not produce fruit and sometimes the flower comes properly and the fruits also set but after the fruit sets they fall off.
There are two main factors of fruit drop.
[1] External factors and [2] Internal factors
[1] External factors:
(1) Varieties: Fruit fall depends on the variety of fruit planted. E.g. 93.5% fruit set in mango Keshar mango and 58% fruit set in Hafus.
(2) Deficiency of Nutrients: Fruits drop due to lack of nutrients or insufficient nutrition in the plant. Even if the fruit sets, it gets a little bigger and eventually falls off. Therefore, adequate nutrition should be given when falling occurs. Nutrient deficiency can be detected by systematic examination of tree leaves.
E.g. If there is mango drop in mango, when the mango becomes like pea, two sprays of 20 ppm NAA + 2% urea solution at 15 days interval stop the mango drop.
- Planting should be done only after soil testing.
(3) Diseases and Pests: Excessive pests cause fruit drop or stunted plant growth and eventually the whole crop fails.
- The garden should be kept clean and the crop should be saved by taking appropriate crop protection measures.
(4) Irrigation/Water : Water plays an important role in fruit ripening. Even if there is not enough water after fruiting, the fruits will fall and if more water is given as needed, the fruits will also fall. Varying the watering/irrigation period also results in fruiting. So the crop should be watered regularly and as per requirement.
- Micro irrigation system should be used.
(5) Environment: (#Climatechange)- Even after fruiting, even if there is no favorable environment, the fruits fall. Fruits drop due to excessive cold or excessive heat/heat. Even if it is too hot during the day and too cold at night, (Day-Night Temperature)the fruits fall.
- We cannot control the effect of climate but a live fence can be built to protect from high winds or high heat. Mulching can also prevent fruit drop.
[2] Internal Factors:
(1) Improper pollination: If pollination is not done properly, then the fruits fall off. E.g. In mangoes, mangoes without pits and in kharek are kharek without seeds.
(2) Due to insufficient internal hormones: The tree itself produces natural hormones and delivers them to all parts. Even if these hormones are not produced in sufficient quantity, the fruits will ripen. Often overuse of pesticides and herbicides can cause fluctuations in the hormone levels within the tree, which also causes the fruit to spin.
(3) Carbohydrate : Nitrogen ratio (CN ratio): C:N ratio plays a special role for flowering, fruiting and fruiting in any fruit crop, so it is important to maintain sufficient C:N ratio in that fruit crop.
Many times, if the amount of carbohydrates is high, more flowers come and fruits set, but then if the amount of nitrogen is low, then the set fruits fall due to insufficient nutrition, and many times more fruits set, but not all the fruits stay and some fall.
(4) Immaturity of the tree branch: Often there is a ripeness of the branch of the tree due to which the sitting fruits on it fall off. (inadequate nutrition).
(5) Being overweight in the fruit: Sometimes using too much medicine, environment and too many hormones causes weight gain and loss.
_______________________________________
Friends, give your opinions on how you like this information...🙏
Thanks... See you Again..
#Laxman_Agricuture 🌱
Comments
Post a Comment