ઉત્તર ગુજરાત ડ્રેગન ફ્રૂટ (Dragon fruit/ Pitaya / Kamalam) ની ખેતી માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. અહીંનું સૂકું અને ગરમ હવામાન, રેતાળ જમીન અને સારી ટ્રાન્સપોર્ટ સુવિધા ડ્રેગન ફ્રૂટને નિકાસયોગ્ય પાક બનાવે છે.

અહીં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી માટેની જમીનથી લઈને નિકાસ સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

૧. ઉત્તર ગુજરાત વિસ્તાર ડ્રેગન ફ્રૂટ માટે કેમ અનુકૂળ છે. 
- અર્ધ-શુષ્ક આબોહવા 
- ઓછો વરસાદ (લગભગ 600 મીમી)
- ઊંચું તાપમાન (40–45°C) – કેક્ટસ વર્ગ માટે અનુકૂળ છે.
- કંડલા નજીક (Export Friendly)

૨. જમીન અને ડ્રેનેજ (સૌથી મહત્વપૂર્ણ બાબત)
- રેતાળ અથવા ગોરાડુ જમીન શ્રેષ્ઠ ગણાય છે.
ખેતી શરૂ કરતા પહેલાં જમીન અને પાણીનું લેબ ટેસ્ટ કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે જમીનમાં ક્યારેક ક્ષારનું પ્રમાણ વધારે હોય છે.
- pH: 5.5 થી 7
- જમીનમા પાણી ભરાય એ સૌથી મોટો દુશ્મન છે.
- ચીકણી જમીનમાં ઉંચા પાળા (Raised Beds) પર રોપણી કરવી જોઈએ.

૩. થાંભલા (Pole) અને સપોર્ટ સિસ્ટમ : 
- ડ્રેગન ફ્રૂટ એક વેલો હોવાથી મજબૂત સપોર્ટ જરૂરી છે.
- RCC થાંભલા: 5–6 ફૂટ ઊંચાઈ
- થાંભલાની ઉપર સિમેન્ટ/લોખંડની રીંગ
- એક થાંભલા આસપાસ 4 છોડ

૪. નિકાસ (Export) માટે શ્રેષ્ઠ વેરાયટીઓ :
૧. Jumbo Red (નંબર 1 Export Variety)
- વજન: 400–600 ગ્રામ
- ઘેરો લાલ ગર
- લાંબી Shelf Life
૨. C-White (Vietnam White)
- અંદર સફેદ ગર
- યુરોપ અને ગલ્ફમાં ભારે માંગ
૩. અમેરીકન બ્યુટી (Premium Segment)
- ઊંચો Brix
- Supermarket માટે બેસ્ટ

૫. રોપણીનો સમય અને અંતર
યોગ્ય સમય : ફેબ્રુઆરી–માર્ચ અથવા જૂન–ઓગસ્ટ (ચોમાસાની શરૂઆત)
- અંતર :10 × 8 ફૂટ અથવા 12 × 8 ફૂટ (ટ્રેક્ટર અને દવાનો છંટકાવ સરળ બને)

૬. પાણી વ્યવસ્થાપન (Irrigation)
- ડ્રીપ ઇરીગેશન બેસ્ટ
- ઉનાળામાં ભેજ જાળવો "પણ પાણી ભરાવું જોઈએ નહીં"
- શિયાળામાં અઠવાડિયે 1 વાર
- ચોમાસામાં જરૂર મુજબ જ પાણી આપવું.
🌟 ફૂલ આવવાના સમયે પાણીમાં અચાનક ફેરફાર ન કરવો, નહીંતર ફૂલ ખરી જાય છે.

૭. ઉનાળાની ગરમી અને લૂથી બચાવ
- ઉત્તર ગુજરાતમાં મે–જૂનમાં ભારે ગરમી પડે છે. માટે શરૂઆતના વર્ષોમાં 50% Shade Net નાખવી જોઈએ.
- આંતરપાક: મગફળી/મગ, કાકડી વગેરે 
- મલ્ચિંગ:  સુકું ઘાસ, શેરડીના કૂચા, દીધેલી ફોતરી અથવા પ્લાસ્ટિક મલ્ચ કરવું જોઈએ.

 ૮. ખાતર અને પોષણ વ્યવસ્થાપન
દર વર્ષે સેન્દ્રિય ખાતર અથવા ઘન જીવામૃત આપવું જોઈએ. એક પુખ્ત છોડ (પોલ) દીઠ ૧૫-૨૦ કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર અથવા ૫-૧૦ કિલો અળસિયાનું ખાતર (Vermicompost) નાખવું જોઈએ.
દિવેલી/લીંબોળીનો ખોળ: પોલ દીઠ ૫૦૦ ગ્રામ/છોડ(પોલ)
જીવામૃત અને ગૌમૂત્ર પિયત વખતે આપવું.
આ સેન્દ્રીય ખાતરોથી ફળની મીઠાશ (Brix) અને ગુણવત્તા વધે છે
રાસાયણિક ખાતર: 
૧-૨ વર્ષ સુધી: NPK (19:19:19): દર મહિને ટપક દ્વારા અથવા ૧૦૦-૧૫૦ ગ્રામ છોડ દીઠ આપવું.
- ફુલ અવસ્થા પહેલાં (માર્ચ-એપ્રિલ): NPK 12:32:16 અથવા 0:52:34 (છોડ દીઠ ૧૦૦-૧૫૦ ગ્રામ).
ફળના વિકાસ સમયે: પોટાશ (SOP - 0:0:50) આપવો.
- વર્ષમાં બે વાર માઇક્રોન્યુટ્રિઅન્ટ મિક્સર (ગ્રેડ-૫) આપવું અને વર્ષમાં એકવાર કેલ્શિયમ નાઈટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવું.

૯. છાંટણી (Pruning) : (વધુ ઉત્પાદન માટે જરૂરી)
 - વેલો રીંગ સુધી પહોંચે ત્યારે ટોચ કાપવી
- નકામી અને રોગી ડાળીઓ દૂર કરવી
- લણણી પછી (નવેમ્બર–ડિસેમ્બર) નિયમિત પ્રુનિંગ કરવું.
૧૦. રોગ અને જીવાત નિયંત્રણ
મુખ્ય સમસ્યાઓ :
- Root Rot (પાણી ભરાવાથી)
- Anthracnose (ડાળીઓ પર ડાઘ)
ઉપાય
- Trichoderma (જૈવિક)
- હળવો જૈવિક કીટનાશક, નિમાસ્ત્ર દશપર્ણીઅર્ક, ખાટી છાશ
- હવા પસાર થાય તે માટે ખુલ્લું પ્રુનિંગ

૧૧. Export Quality માટે ધોરણો
વજન : 350–500 ગ્રામ
મીઠાશ (Brix) : 16% થી વધુ
દેખાવ :  ડાઘ વિહિન, લીલા Bracts
પ્રમાણપત્ર :  APEDA ફરજિયાત / Global GAP
નજીકના પોર્ટ: કંડલા અને મુંબઈ
મુખ્ય બજાર: UAE, સાઉદી, કુવૈત, યુરોપ

૧૨બાગાયત વિભાગ દ્વારા "કમલમ" વાવેતર કરવા માટે સહાય
-  iKhedut પોર્ટલ પર અરજી ઓનલાઇન અરજી
- સહાય ધોરણ : રૂ. ૧.૨૫ લાખ/ હેકટર (વધુમાં વધુ ૨ હેકટર સુધી)
👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

🎖️ઉતર ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી ઉચ્ચ આવક અને નિકાસ ક્ષમતા ધરાવતો પાક છે. 
📍જો જમીન પરીક્ષણ, યોગ્ય વેરાયટી, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સમયસર કાળજી લેવામાં આવે, તો ડ્રેગન ફ્રૂટ ખેડૂતને લાંબા સમય સુધી સ્થિર નફો આપી શકે છે.🙏🏻

રામ રામ... આભાર...🙏🏻

 

Comments

Popular posts from this blog

પીળો મોઝેક વાયરસ: મગ-અડદના પાકને બચાવવા માટેનો રામબાણ ઈલાજ...

વેસ્ટ ડીકમ્પોઝર - Weste Decomposer